Monday, 6 January 2025

કોણે બનાવ્યો પવન ચરખો kone banavyo pavan charakho

 એ જી એના ઘડનારા ને પરખો‚

એ જી તમે નૂરતે સુરતે નિરખો‚
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

આવે ને જાવે‚ બોલે બોલાવે‚ જિયાં જોઉં ત્યાં સરખો‚
દેવળ દેવળ કરે હોંકારા‚ પારખ થઈને પરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

ધ્યાન કી ધૂન મેં જોત જલત હૈ મીટયો અંધાર અંતર કો‚
ઈ અજવાળે અગમ સુઝે‚ ભેદ જડયો ઉન ઘરકો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

પાંચ તત્વ કા બનાયા ચરખા‚ ખેલ ખરો હુન્નરકો‚
પવન પૂતળી રમે પ્રેમ સેં‚ જ્ઞાની હોકર નીરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

રવીરામ બોલ્યાં પડદા ખોલ્યા‚ મેં ગુલામ ઉન ઘરકો
ઈ ચરખાની આશ ન કરજો‚ ચરખો નંઈ રિયે સરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…
He ji ena ghadnara ne parakho
Ji re ram kone banavyo pavan charakho

No comments:

Post a Comment

મઢીમેં તખત પર મેરી ધુન અખંડ madhi me takhat par meri dhun akhand

  મઢીમેં તખત પર મેરી ધુન અખંડ ચીદાનંદ સ્વરૂપ જ્યાં આત્મા અસંગ – મઢીમેં (૧) નિરાકાર રૂપ જ્યાં નિર્ગુણ ન્યારા જ્ઞાન પ્રકાશ જ્યાં નુર અપારા અમૃ...